Advertisement

ધ્રુવ તારો

 


                             

ધ્રુવ તારો

 

   ચમકતાં તારલા અને અંધારી રાતો માં, પ્રથમી ની પમરાટ માં, એક સુમસામ રસ્તા માં, આગળ કોઈક બેસેલું નજરે ચડે છે. ભરાવદાર શરીર, પોતાના વિચારો માં મગ્ન, દગ પર નાનું એવું ઉદક સાથે કોઈ નવયુવાન બેઠો છે.

       આ યુવાનનું સરકારી નોકરી મેળવવાનું સપનું છે. ધોરણ 11 અને 12 માં ગણિત વિષય પર HSC પૂર્ણ કર્યા બાદ અત્યારે bsc ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે. સતત ભવિષ્ય ની ચિંતા માં રહેતો આ યુવાન એ બીજું કોઈ નહીં, એ છે આપણો ધ્રુવ.

       ધ્રુવ આજ-કાલ કોલેજ જવાનું છોડી GPSC ની નોકરી માટે તૈયારી કરે છે.  કેમ ? એટલા માટે કેમ કે તેને લાગે છે કે તે વિજ્ઞાન ઉપરાંત બીજા બધા વિષયો પર પણ સારું ધ્યાન આપી શકે છે અને જલ્દી થી કોઈ નોકરી લઈ પોતાના પરિવાર માટે કંઈક કરી શકે છે. પ્રેક્ટિલ ભરવા સાથે પરીક્ષા આપવા કોલેજ જવું અને બાકી ની તૈયારી ઘરે બેઠા કરવી, ધ્રુવનું આ જ રુટિંગ બની જાય છે.

     એક દિવસ ની વાત છે, 12 મુ ધોરણ સાથે ભણેલ મિત્ર હેત નો ફોન આવ્યો, જે અત્યારે ડોકટર નો અભ્યાસ કરવા માટે બહાર ગયેલ છે. જુના મિત્ર નો કોલ જોતા જ ધ્રુવ ખુશ થઈ એનો ફોન ઉપાડે છે.

ધ્રુવ; 'અરે મારા ભાઈ, કેમ છે ? તબિયત પાણી બરોબર ને !!'

હેત; ' હું તો એક દમ મજામાં ! તું સાંભળાવ ભાઇ, શુ કરે છે આજ કાલ ?

ધ્રુવ ; ' અમારે શુ યાર, બસ હું ને બુક. નોકરી માટે તૈયારી કરું છું. જલ્દી થી લાગી જાઉં તો સારું .'

હેત ; 'ચિંતા ના કર ભાઈ, તું તો યાર ભવિષ્ય નો મામલતદાર છે અને બનવાનો જ છે.'

ધ્રુવ ; ' જેવું તું કે, આવવું નહિ ?, જૂની શેરીઓ તારી રાહ જોવે છે, એ મને કહે છે ક્યાં છે તારો મિત્ર, જોયા ને ઘણાં મહિનાઓ થઈ ગયા છે !'

હેત ; 'હા ભાઈ, વેકેશન ની જ રાહ જોઉં છું, વેકેશન પડી જાય એટલે હું આવી જાઉં પછી મળીએ શાંતિ થી , ઉભો રે ભાઈ મારી એક સખી છે એની સાથે વાત કર હું આવું ફક્ત બે જ મિનિટ માં'

  આપણા ધ્રુવ ને ક્યાં ખબર હતી કે એના જીવન નું નવું પ્રકરણ આ એક કોલ થી જ શરૂ થવાનું છે !!

    ઊંડાણ પૂર્વક ધીમે થી અવાજ આવ્યો 'હેલ્લો', અચકાતા અચકાતા વળતા પણ જવાબ મળ્યો 'હેલ્લો'.

  છોકરીઓ જોડે કદી વાત ન થયેલી એટલે ધ્રુવ નો અવાજ થોડો નરમ પડી ગયેલો. આમ છતાં , કઠણ કાળજે ધ્રુવે કહ્યું, "જી નમસ્તે, હું ધ્રુવ"

   ફોન માંથી પણ મીઠો અવાજ આવ્યો,"હું ગૌરી, હેત ની દોસ્ત"

 ધ્રુવે પણ વાત આગળ વધારી, કહ્યું કે 'સરસ, મજામાં છો ?'

  હસતા હસતા જવાબ મળ્યો  'અરે ! એક દમ મસ્ત, તમે સંભળાવો શુ કરો છો તમે ?'

'હું ?, હું તો બસ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરું છું.' વળતા ધ્રુવે જવાબ આપ્યો.

'બહુ સરસ' ગૌરીએ કહ્યું.

'તમારે પણ ડોકટર જ બનવું છે કે કાઈ બીજો અભ્યાસ કરો છો ?' ; ધ્રુવે પૂછયું

ગૌરી : "હા, હું અને હેત સાથે અભ્યાસ કરીએ છીએ. મારુ પણ સપનું છે કે ડોકટર થઈ મારા થી જેટલી બને એટલી સેવા કરી શકું "

ધ્રુવ : "વિચારો બહુ ઊંચા છે તમારા, ભગવાન કરે તમારા સપનાઓ સફળ થાય"

ગૌરી : "હા, આ લ્યો, તમારા મિત્ર આવી ગયા , વાત કરો"

હેત: "ધ્રુવ ભાઈ, ચલો મળીએ 15 દિવસ પછી, આવું છું ઘરે "

ધ્રુવ : " અરે બહુ સરસ , હું રાહ જોઉં છું "

         અહીં કોલ પૂરો થાય છે અને પ્રકરણ શરૂ થાય છે. ધ્રુવ અને ગૌરી ની ઓળખાણ વધતી જાય છે. ડિજિટલ ની દુનિયા માં માણસ-માણસ કેટલા બી દૂર કેમ ના હોઈએ, પણ વાત કરવી સરળ બની ગઈ છે. વધતી જતી દોસ્તી ને ગાઢ બનાવવા ઇન્સ્ટાગ્રામ બન્ને મિત્રની વચ્ચે આવે છે.

     ધ્રુવ ને નવી મિત્ર મળી અને ગૌરી ને પણ ! રસપ્રદ વાત એ છે કે કોઈએ એક બીજા ને ક્યારેય જોયેલા નહિ તો પણ પાક્કા દોસ્તાર બની જાય છે. એના પર થી એ પુરવાર થાય છે કે દોસ્તી માટે વિચાર મળવા જોઈએ, શરીર નહિ !

   વાત, વિચાર અને મન ; આ ત્રણ વસ્તુ મળી જાય તો દોસ્તીને ગાઢ થતા કોઈ જ રોકી શકતું નથી. કંઈક આવું જ થયું ધ્રુવ સાથે. ડોકટર સાહિબા એક દમ મનના સાફ, કોઈ પ્રત્યે કુટ નીતિ નહિ. હા, ક્યારેક ક્યારેક ગુસ્સો કરે પણ, ગુસ્સો ત્યાં જ થાય જ્યાં લાગણી હોય. હવે તો દરરોજ વાતો થતી રહેતી, ગૌરી પોતાની વાત ધ્રુવ ને સોંપે અને ધ્રુવ તેણી ને !

  હળવે હળવે દિવસો, અઠવાડિયા, પખવાડિયા વીતતા ગયા અને મજબૂત દોસ્તી બંધાતી ગઈ. જો એક દિવસ વાત ન થાય તો ચૅન ન પડે કંઈક આવી હાલત થઈ હતી. બન્ને સમજી શકતા ન હતા કે તેમની દોસ્તી હવે ધીમે ધીમે પ્રેમ માં બદલાતી હતી.

  મજાક મજાક માં બન્ને વાતો કરતા કે કોઈક તમને પ્રપોઝ કરે તો તું શું કરે ? પણ વળતાં કાંઈ સરખો જવાબ મળતો નહિ.

   એક દિવસ ની વાત છે જ્યારે ગૌરી ને ખબર પડે છે કે ધ્રુવ બીમાર થયો છે. ધ્રુવે બીમાર થવાની વાત ગૌરી ને એટલા માટે નહોતી કરી કેમ કે એ નહોતો ઇચ્છતો કે ગૌરી પરેશાન થાય. નાની એવી બીમારી હમણાં જતી રહેશે. પરંતુ જેવી આ વાત ની જાણ ગૌરી ને થઈ કે તેણીએ તરત જ ઝગડવાનું શરૂ કરી દીધું. આ ઝગડો એ મીઠો ઝગડો હતો જે બન્ને વચ્ચે ની લાગણીઓ દર્શાવતો હતો.

 આખરે આ બીમારી વિશે ન જણાવવા બદલ થોડું ઘણું સાંભળવું પડ્યું પણ એને એ નક્કી થઈ ગયું કે કોઈક તો છે જે દૂર બેઠા પણ નજીક છે.

   ઉનાળો પૂરો થવા આવ્યો હતો અને ચોમાસા ની શરૂઆત હતી. ક્યાંક વીજળી ઝબુકતી હતી તો ક્યાંક ઠંડો પવન વાતો હતો. લગભગ રાત્રી નો સમય હતો અને એ દિવસ આવી જ જાય છે કે ધ્રુવ પોતાના મન ની વાત ગૌરીને કરે. પરંતુ શરૂઆત ક્યાંથી કરવી એ ધ્રુવ ને સમજાતું નહોતું. ધ્રુવે ગૌરી નું મન માપી લીધું હતું એટલે કઈક ગરબડ થાય તો વાંધો નહોતો.

  છેવટે કમર કસીને ધ્રુવ કહે છે કે,"ગૌરી, ખબર નહિ પણ કેમ, મારે માટે તું એક પ્રકાર નું વ્યસન બની ગઈ છે. સવાર માં તારો ગુડ મોર્નિંગ નો મેસેજ જોઈને મન ખીલી ઉઠે છે સામે જો મેસેજ ન આવે તો એ જ મન ને કળ નથી વળતી. હું મેસેજ કરું તો મન ને ટાઢક મળે છે, વળતો જવાબ જોઈ રાહત મળે છે. ખબર નહિ આ શું છે ? પણ એટલું જરૂર કહી શકીશ કે આ બીજું કંઈ નહીં પણ આ તારી જ આદત નું પરિણામ મળે છે. મને એવું લાગવા લાગ્યું છે કે I'm loving with you."

  ધ્રુવ નો આવો મેસેજ જોઈ, ગૌરી થોડી વાર તો હામ ભરી લે છે પણ હવે શું બોલવું એ સમજાતું નથી. એટલે એ કહે છે, "કાલ જવાબ આપીશ." "એનો મતલબ કે મને મારો જવાબ મળી ગયો છે ને !" ધ્રુવે હસતા હસતા કહ્યું. "હા" સામે શરમાતા શરમાતા જવાબ મળ્યો.

  ધ્રુવ માટે આ દિવસ ખૂબ જ યાદગાર અને મહત્વનો હતો. એટલા માટે કે ધ્રુવના મન માં કોઈક આવી ને ઘર કરી ગયું. બસ હવે શું બાકી હતું ? બન્ને નું હૈયું હળવું થઈ ગયું. ઘણાં કિલોમીટર નું અંતર હવે ક્યાંક નેનોમીટર માં બદલાઈ ગયું હતું.

 પોતાના પ્રોબ્લેમ એક બીજા સાથે શેર થવા લાગ્યા. હસતા-રમતા-ઝઘડતા-ઝઘડતા દિવસો ક્યાં જતા રહે છે ખબર જ નહોતી પડતી. આ બધા વચ્ચે એક એવી સમસ્યા હતી જે બન્ને માટે ખૂબ જ પીડાદાયી હતી અને એ હતી કે બન્ને ના લગ્ન થઈ શકે એમ નહોતા. કારણ એટલું જ કે બન્ને ની જાત અલગ હતી. જે બન્નેઓ સારી રીતે જાણતા હતા. બન્ને ને ખબર હતી કે એકબીકને તેઓ ક્યારેય મળવાના નથી.અરે, મળવાની તો વાત દૂર રહી, કોઈ દિવસ ભેટો થશે કે કેમ? એ પણ ખબર નહોતી.

 ત્રણ-ચાર મહિનાઓ વીતે છે. ધ્રુવ ને હવે ગૌરી વગર ચાલે એમ નહોતું. આઠે પહોર અને ચોવીસ કલાક બસ એની યાદ માં ખોવાયેલો રહેતો.

   એક દિવસ ની વાત છે કે ધ્રુવ ને વિચાર આવ્યો કે આ જનમ માં તો મન-ગમતું વ્યક્તિ ન મળી શક્યું કદાચ આવતા જનમ માં તો મળશે !!

     ધ્રુવની વિચારધારા એવી હતી કે જો એ ગૌરી સાથે વધુ પડતો સમય વિતાવશે તો ગૌરી પાછળ ગાંડો બની જશે અને પોતાના માર્ગ પરથી ભટકી જશે અને ક્યાંક આ બધાની વચ્ચે ક્યાંક ગૌરી ક્યાંય જતી રહી તો શું કરશે? આવા અગણિત સવાલો સતત એના મન માં ખૂંચ્યા કરતા.

    આ વાત નું સમાધાન ગોતવા ધ્રુવ સતત વિચારતો રહેતો. આખરે તેને એક રસ્તો મળી જાય છે કે હવે ફક્ત તે ગૌરી સાથે એક સારો મિત્ર બની ને રહે. જાણું છું કે આ પગલું ઉઠાવવું એ લાગે એટલું સહેલું નથી. પણ મન મક્કમ કરવું જ પડશે. સારો મિત્ર બનવાથી ફાયદો એ થશે કે ગૌરી પણ મિત્ર તરીકે સાથે રહેશે જેનાથી કોઈ ને કાઈ વાંધો આવશે નહિ. અને જે દિવસે ગૌરી પોતાના સામાજિક સંસારમાં ચાલી જશે તો દુઃખ પણ ઓછું થશે.

    આ બધું ગૌરી ને સમજાવતા એ તેણી સાથે આ પગલું ભરી જ લે છે પરંતુ આ ગૌરી સમજવા તૈયાર થતી નથી. બન્ને વચ્ચે ઘણા ઝગડા થાય છે. રિસાય છે, મનાય છે, લગભગ દસેક દિવસ આવું ચાલ્યા કરે છે. ધ્રુવ જાણતો હતો એમ છેવટે મોટો ઝગડો થાય છે અને કોઈક એની પાસે થી હમેશ ને માટે દૂર ચાલ્યું જાય છે.

  ના ફોન, ના મેસજ, ના સ્નેપ કઈક પણ નહીં. ધ્રુવ આટલું બધું તો નહોતો જાણતો કે આ પગલાં માટે પરિણામ કંઈક આવું હશે ! એની માટે આ પરિણામ સજા સમાન હતું.

   ઘણો સમય વીતતો રહે છે પણ ધ્રુવ ના મન માંથી ગૌરી નામનું વ્યક્તિ ભુલાતું નથી. મેસેજ પણ કરી શકતો નથી કેમ કે ક્યાંક એને એ વાત નો ડર હતો કે વળતા જવાબ નહિ મળે. એ સાથે જોવા જોઈએ તો વાંક ધ્રુવ નો પણ હતો. ધીમે ધીમે ફોટા જોઈ દિવસો પસાર થાય છે. જે વ્યક્તિ જીવન માં મળી શક્યું ન હતું એને મોબાઈલ માં જોઈ સમય કપાતો હતો.

 આખરે એક દિવસ ની વાત છે. ૨૫ સપ્ટેમ્બર ની છેલ્લી મુલાકાત બાદ, 3 મહિના અને 7 દિવસ પછી 12 જાન્યુઆરી બપોરે મસેજ આવે છે અને લખેલ હોય છે 'hii' . પાછળ ની બનેલ ઘટનાઓ પરથી ધ્રુવ ના મોબાઈલ માં નંબર સેવ નહોતો. એટલે ધ્રુવે સ્વભાવિક રીતે પૂછ્યું કોણ ? , તો કહે ભૂલતા મેસેજ આવી ગયેલ છે. ધ્રુવ પણ જવાબ માં આપે છે કે કોણ 'ગૌરી'. 'હા' જવાબ જોઈ ધ્રુવ ના હૃદય માં ફરી એક નવી ચમક જાગી. કોઈ ભુલાઈ ગયેલ પાછું મળી ગયેલ હોય એમ ધ્રુવ ના હૈયા માં હરખ સમાયો નહી.

  3 મહિના પછી રાત્રે નિરાંતે વાત થાય છે. પણ દોરો તૂટતા વચ્ચે ગાંઠ આવી જાય છે એમ ગૌરી ની નજીક જવા માંગતો ધ્રુવ, ગૌરી ને પોતાની પાસે થી થોડી દૂર કરી દે છે. જેનું કારણ હતું એક માત્ર લીધેલ પગલું. પોતાની ભૂલ નો પસ્તાવો બહુ હતો પરંતુ હવે કઈ થાય એમ નહોતું.

  રાત્રે થતી વાત માં એવું જાણવા મળ્યું કે ગૌરીએ કરેલ મેસેજ એ ભૂલતા નહિ પણ જાણી જોઈને કરેલ છે. આ સાંભળી ધ્રુવ ને હૈયે ટાઢક વળે છે. પરંતુ ધ્રુવ ને સતત એવું લાગ્યા કરે છે કે તેનું ગમતું વ્યક્તિ તેના થી દૂર થઈ ગયું છે અને હવે ફક્ત એ ખાસ નહિ, માત્ર મિત્ર બની ને રહી ગયો છે. જે વાત સ્વીકારવા ધ્રુવ નું મન હજી પણ તૈયાર નથી.

  ધ્રુવ ના નામ ની જેમ જ તેની અત્યાર ની પરિસ્થિતિ એક જ જગ્યાએ સ્થિર રહી ગયેલ છે. એને ગૌરી તો મળી પણ પહેલા હતી એવી નહિ. એને શુ ખબર હતી વ્યસન નું ફળ આવું મળશે !!!! તેમ છતાં,

ક્યારેક તો ગૌરી ને સમજવું પડશે કે , "ધ્રુવ એક તારો જ બની ને રહી ગયેલ છે."

                 -  .......

 

 

 

 

 

 

 

 

 

 

 

Post a Comment

0 Comments